Solution for sort question in lesson-13 of std 10 Biology

જીવ વિજ્ઞાન                                              ધોરણ -10
       પાઠ -૧૩  :- વહન , પરીવહન અને ઉત્સર્જન 
                              ટૂંકા  પ્રશ્નો ના જવાબ 
૧.વહન એટલે શું?
જ.૧.પદાર્થ નું એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થાનાંતર થવાની ક્રિયા ને વહન કહે છે. 
૨.મૂળ માં ખનીજ તત્વોનું પ્રવેશ કઈ રીતે થાય છે? 
જ.૨. આયાનોની સંદ્રતાના તફાવત ના કારણે મૂળ માં પાણી અને પોષક તત્વોનો પ્રવેશ થાય છે.
૩.જલવાહક પેશી ના બંધારણીય ગટકોના નામ આપો?
જ.૩. જલવાહીની  અને જલવાહીનીકી એ જલાવાહક પેશીના બંધારણીય ઘટકો છે.
૪. જલવાહક પેશી માં પાણી નું વહન કઈ દિશા માં થાય છે.?
જ.૪.  ઉધ્વા દિશામાં .
૫.અન્ન્વાહક પેશી માં પોષક તત્વો નું વહન કઈ દિશામાં થાય છે?
જ.૫.  ઉધ્વા અને અધો એમ બે દિશામાં થાય છે.
૬ બાશ્પોત્સર્જન એટલે શું ?
જ.૬. વનસ્પતિના હવાઈ અંગો દ્રારા પાણીનું બાષ્પ સ્વરૂપે નિકાલ કરવાની ક્રિયાને બાશ્પોસર્જન કહે           છે.
૭.નાના કદની વનસ્પતિમાં પાણી કઈ ક્રિયા દ્રારા ઉપર ચડે છે?
જ.૭. કેશાકર્શન દ્રારા અને બાશ્પોત્સર્જન દ્રારા ઉપર ચડે છે. 
૮.ઊંચા કદ ની વનસ્પતિમાં ટોચ સુધી પાણી કઈ કેયા દ્રારા ચડે છે?
જ.૮.  બાશ્પોત્સર્જન દ્રારા .
૯.અન્નાવાહક પેશીમાં શાનું વહન થાય છે?
જ.૯. પોષક દ્રવ્યો અને ખનીજ તત્વો નું વહન થાય છે.
૧૦ જલવાહક પેશીમાં શાનું વહન થાય છે?
જ.૧0. પાણીનું વહન થાય છે.
૧૧.આસૃતી એટલે શું?
જ.૧૧. બે જુદી જુદી સંદ્રતા ધરાવતા દ્રાવણ ને અર્ધાપ્રવેશ પટલ વડે અલગ પાડતા દ્રાવક ના અણુઓ ઓછી સંદ્રતાથી વધુ સંદ્રતા તરફ જાય તેને આસૃતી કહે છે.
૧૨.પરીવહનતંત્ર એટલે શું?
જ.૧૨. પ્રાણીઓના વિવિધ પર્દાથોના વહન સાથે સંકળાયેલા તંત્રને પરીવહનતંત્ર કહે છે.
૧૩.રુધિર એટલે શું?
જ.૧૩. લાલ રંગ ની પ્રવાહી સંયોજક પેશીને રુધિર કહે છે.
૧૪.રુધિર માં કયા કોષો આવેલા હોય છે?
જ.૧૫. રક્ત કણો, શ્વેતકણો ત્રાકકણો અને ભક્ષણ કોષો  આવેલા છે. 
૧૫.લાલ રંગની પ્રવાહી સંયોજક પેશીને શું કહે છે?
જ.૧૫. રુધિર 
૧૬.રુધિર કોષો ક્યાં આવેલા હોય છે?
જ.૧૬ . રુધિરમાં  
૧૭.રુધિર નું પરિવહન કરવામાં કોણ મદદ કરે છે?
જ.૧૭. હૃદય 
૧૮.શરીર માં દરેક અંગ માં રુધિર પોહચાડવાનું પ્રેસર કોણ પૂરું પડે છે.?
જ.૧૮. હૃદય 
૧૯. મનુષ્ય ના શરીર માં હૃદય નું સ્થાન  ક્યાં આવેલ છે.?
જ.૧૯. બે ફેફસાની વચ્ચે સહેજ ડાબી બાજુ આવેલ હોય છે.
૨૦.મનુષ્યના હૃદય નો આકાર જણાવો?
જ.૨૦. શંકુ આકાર 
૨૧.મનુષ્યના હદયનું કદ જણાવો?
જ.૨૧ મનુષ્યના હાથ ની મુઠ્ઠી જેટલું હોય છે.
૨૨.મનુષ્યનું હૃદય કેટલા ખંડોનું બનેલું છે?
જ.૨૨. ચાર ખંડોનું 
૨૩.મનુષ્યના હદય ક્યાં સ્નાયુ નું બનેલું હોય છે.?
જ.૨૩. હૃદય સ્નાયુ 
24.હૃદય ના ઉપરના બે ભાગ ને શું કહે છે?
જ.24. કર્ણક 
૨૫.ડાબું કર્ણક અને ડાબા ક્ષેપક વચ્ચે કયો વાલ આવેલ હોય છે?
જ.૨૫. દ્રીદલ વાલ્વ 
૨૬. ત્રિદલ વાલ્વ ક્યાં આવેલો હોય છે?
જ.૨૬. જ. કર્ણક અને જ. ક્ષેપક વચ્ચે ત્રિદલ વાલ્વ આવેલ હોય છે.
૨૭.દ્રીદલ વાલ્વ ક્યાં આવેલો હોય છે?
૨૮.જમણા કર્ણક અને જમણા ક્ષેપક વચ્ચે કયો વાલ્વ આવેલ હોય છે.?
૨૯.કર્ણક ની દિવાલ કેવી હોય છે?
જ.૨૯. ક્ષેપક કરતા પાતળી હોય છે. 
૨૯.ક્ષેપક ની દિવાલ કેવી હોય છે?
જ.૨૯. કર્ણક કરતા જાડી 
૩૦. રુધિર નું પ્રેસર કર્ણક અને ક્ષેપક માંથી શામાં વધુ હોય છે?
જ.૩૦. ક્ષેપક માં વધુ હોય છે.
૩૧.વાલ્વનું કાર્ય જણાવો?
જ.૩૧. ક્ષેપક માંથી રુધિર ને કર્ણક માં પાછું જતા રોકે છે.
32.ડાબા કર્ણક અને ડાબા ક્ષેપક માં કયું લોહી વહન પામે છે?
જ.32. ઓક્સીજન યુક્ત રુધિર 
33.શુદ્ધ રુધિર નું પરિવહન હૃદય ના ક્યાં ભાગ માં થાય છે?
જ.33. ડાબા કર્ણક અને અને ડાબા ક્ષેપક માં વહન પામે છે.
૩૪.ફૂફૂસ્ય ધમની માં કેવા રુધિર નું વહન થાય છે?
જ.૩૪. અશુદ્ધ રુધિર નું વહન થાય છે.
૩૫. ફૂફૂસ્ય શીરા માં કેવા રુધિર નું વહન થાય છે?
જ.૩૫. શુદ્ધ રુધિર નું વહન થાય છે.
36. ફૂફૂસ્ય શીરા ક્યાં અંગ માંથી રુધિર લાવે છે?
જ.36. ફેફસા માંથી રુધિર હૃદય માં લાવે છે.
૩૭.ફૂફૂસ્ય ધમની ક્યાં અંગ માંથી રુધિર લાવે છે?
જ.૩૭. જમણા ક્ષેપક માંથી રુધિર ફેફસામાં લાવે છે.
૩૮. જમણા ક્ષેપક માંથી કઈ રુધિર વાહિની નીકળે છે?
જ.૩૮. ફૂફૂસ્ય ધમની 
૩૯.ડાબા ક્ષેપક માંથી કઈ રુધિર વાહિની નીકળે છે?
જ.૩૯. મહા ધમની .
૪૦.ફેફસા માંથી કઈ રુધિર વાહિની હૃદય માં રુધિર લાવે છે?
જ.૪૦. ફૂફૂસ્ય શિરા .
૪૧.હૃદય માંથી કઈ રુધિર વાહિની શરીર માં રુધિર લઇ જાય છે?
જ.૪૧. મહા ધમની 
૪૨. મહાધમની હૃદય ના કયા ભાગ માંથી ઉત્પન્ન થાય છે?
જ.૪૨. ડાબા ક્ષેપક માંથી ઉત્પન થાય છે.
૪૩. ફેફસા નું કાર્ય જણાવો?
જ.૪૩. રુધિર ને ઓક્સીજન યુક્ત બનવાનું કાર્ય કરે છે.
૪૪. ફેફસામાં કઈ રુધિર વાહિની રુધિર લાવે છે અને રુધિર લઇ જાય છે?
જ.૪૪. ફૂફૂસ્ય ધમની રુધિર લાવે છે. અને ફૂફૂસ્ય શીરા રુધિર લઇ જાય છે.
૪૫.શુદ્ધ રુધિર કઈ રુધિર વાહિની વહન કરે છે?
જ.૪૫. ધમની 
૪૬. શીરામાં ક્યાં પ્રકાર નું રુધિર વહન કરે છે?
જ.૪૬. અશુદ્ધ રુધિર .
૪૭. કઈ રુધિર વાહિની માં વાલ્વ આવેલ છે?
જ. ૪૭. શીરામાં 
૪૮. કઈ રુધિર વહીનીમાં ઊંચા દબાણ વાળું રુધિર વહન પામે છે?
જ.૪૮. ધમની 
49. કઈ રુધિર વાહિની હૃદય માંથી રુધિર વિવિધ અંગોમાં લઇ જાય છે?
જ.49. ધમની 
50. શરીર ના વિવિધ અંગો માંથી અશુદ્ધ રુધિર હૃદય માં કોણ લઇ જાય છે?
જ.50. શીરા .



૫૧. શીરા એટલે શું?
જ.૫૧. અશુદ્ધ રુધિર નું પરિવહન કરતી નળી ને શીરા કહે છે.અને જે  હૃદય માં અશુદ્ધ રુધિર પાછું લાવે છે. 
૫૨. ધમની એટલે શું?
જ.૫૨. શુદ્ધ રુધિર નું પરિવહન કરતી નળી ને ધમની કહે છે,જે રુધિર ને હૃદય માંથી જુદા જુદા અંગોમાં લઇ જાય છે.
૫૩.લસીકાતંત્ર માં શાનો સમાવેશ થાય છે?
જ.૫૩. લસીકા, લસીકા વાહિની , લસીકા વહીકાઓ ,લસીકા ગાંઠ , લસીકા કોટર નો સમાવેશ થાય છે.
54. લસીકા એટલે શું?
જ.54. રુધિર કેશીકોની દીવાલ ના છિદ્રો માંથી મુક્ત થતા કેટલાક પ્રમાણમાં રુધિરરસ ,પ્રોટીન અને રુધીરકોષોયુક્ત પ્રવાહીને લસીકા કહે છે. 
૫૫. લસીકા કયા થી ઉત્પન થાય છે?
જ.૫૫. રુધીરકેશીકોની દિવાલમાં આવેલા છીદ્રો માંથી.
૫૬. લસીકા છેલ્લે ક્યાં મા જોડાઈ જાય છે?
જ.૫૬. શીરામાં 
૫૭. લસીકા વાળું રુધિર હૃદય ના કયા અંગ માં જાય છે?
જ.૫૭. જમણા કર્ણક માં .
૫૮. ઉત્સર્જન એટલે શું?
જ.૫૮. શરીર માં ચાલતી વિવિધ દેહ્ધારમીક ક્રિયાઓ દરમિયાન ઉત્પન થયેલ નકામા પદાર્થોનો શરીરની બહાર નિકાલ કરવાની ક્રિયાને ઉત્સર્જન કહે છે.
૫૯. મનુષ્ય ના ઉત્સર્જનતંત્ર માં કયા કયા અંગોનો સમાવેશ થાય છે?
જ.૫૯. મુત્રપિંડ ,મુત્રવાહીની ,મૂત્રાશય ,મુત્રદ્રાર 
૬૦. મુત્રપિંડ નો આકાર કેવો હોય છે?
જ.૬૦. વાલના દાણા જેવો. 
૬૧. મુત્રપિંડનું સ્થાન ક્યાં આવેલું હોય છે?
જ.૬૧. ઉદર પ્રદેશની પૃષ્ઠ બાજુ એ.
૬૨. માનવ શરીર માં કેટલા જોડ મુત્રપિંડ આવેલા હોય છે?
જ.૬૨. એક જોડ .
૬૩. બાઉમેન ની કોથરીનો આકાર કેવો હોય છે?
જ.૬૩. પ્યાલાકાર(ગ્લાસ )  
64. એક મુત્રપિંડ માં લગભગ કેટલા ઉત્સર્જન એકમ હોય છે?
જ.64. લગભગ દશ લાખ જેટલા ઉત્સર્ગ એકમ આવેલા હોય છે.
૬૫. ઉત્સર્જન એકમ ને બીજા કયા નામે ઓળખવામાં આવે છે?
જ.૬૫. વૃક્ક્રરાનું 
૬૬. ઉત્સર્જન એકમ માં ક્યાં ક્યાં ભાગો આવેલા છે?
જ.૬૬. . બાઉ મેનની કોથરી , નિકટવર્તી ગુચળું, હેનલે નો પાશ , દુરસ્ત ગુચળું અને  સંગ્રાહક નલિકા  
૬૭. અતિ સુક્ષ્મ ગાળણ એટલે શું?
જ.૬૭. રુધિર કેશીકામાં રહેલા રુધિર ના દબાણ ના કારણે બાઉ મેનની કોથારીમાં રુધિર નું ગાળણ થાય છે,જેને  અતિ સુક્ષ્મ ગાળણ કહે છે.
૬૮. મુત્ર એટલે શું?
જ.૬૮. શરીર માં અતિ સુક્ષ્મ ગાળણ દરમિયાન મુક્ત થયેલ  ઉત્સર્ગ દ્રવ્યો યુક્ત પ્રવાહીને મુત્ર કહે છે.
૬૯. સંગ્રહ નાલીકાનું કાર્ય શું છે?
જ.૬૯. તમામ ઉત્સર્ગ એકમો માંથી મુક્ત થયેલ મૂત્રને એકઠું કરી મુત્રવાહીનીમાં લઇ જવાનું .
૭૦. મુત્રપિંડ નીવાપ ક્યાં આવેલ હોય છે?
જ.૭૦. સંગ્રાહક નલિકા ઓને મુત્રવાહીની સાથે જોડે છે.
૭૧. પુન:શોષણ એટલે શું?
જ.૭૧. અતિ સુક્ષ્મ ગાળણ દરમિયાન ગાળણ થયેલા દ્રવ્યો માંથી રુધિર અને પોષક તત્વોને પાછા શોષી લેવાની ક્રિયાને પુન;શોષણ કહે છે.
૭૨. દૂરસ્થ ગુચળું ક્યાં અંગ પછી આવે છે?
જ.૭૨. હેન્લેના પાશ  પછી આવે છે.
૭૩. બેવડી પટલમય અને પ્યાલા કાર રચના કયું અંગ ધરાવે છે?
જ.૭૩. બાઉમેનની કોથરી
૭૪. ઉત્સર્જન માં કયા કયા ધટકો નું મુત્ર સ્વરૂપે નિકાલ થાય છે?
જ.૭૪. એમિનો એસીડ ,યુરીયા ,યુરિક એસીડ જેવા ઉત્સર્ગ દ્રવ્યો નો નિકાલ થાય છે.
૭૫.ઉત્સર્જન એકમ માં ગ્રીવા એટલે શું?
જ.૪૫. બાઉમેનની કોથરી પછીના સાંકડા ભાગ ને ગ્રીવા કહે છે.
૭૬. લાસીકાનું કાર્ય જણાવો?
જ.૭૬. રોગો સામે રક્ષણ karvઅણુ, શેષાત્ર માં ચરબીનું શોષણ કરવાનું, મુક્ત થયેલ રુધીરને શીરામાં પાછું લાવાનું.
૭૭. વનસ્પતિમાં ઉત્સર્જન કયા પ્રકારે થાય છે?
જ.૭૭. બાષ્પોત્સર્જ્ન દ્રારા ,ગુદર  અને રેઝીન ઉત્પન કરી ,પર્ણ પીળા પડી ખરવા વગેરે સ્વરૂપે ઉત્સર્જન થાય છે.
૭૮. વનસ્પતિના પર્ણ પીળા થઇ ને ખરવા એ કઈ ક્રિયાનું પરિણામ છે?
જ.૭૮. ઉત્સર્જન 
૭૯. વનસ્પતિમાં પાણીનું ઉત્સર્જન કઈ ક્રિયા તરીખે ઓળખાય છે?
જ.૭૯. બાષ્પોત્સર્જ્ન તરીખે.
૮૦. વનસ્પતિના હવાઈ અંગો દ્રારા પાણીનું બાષ્પ સ્વરૂપે નિકાલ કરવાની ક્રિયાને શું કહે છે?
જ.૮૦. બાષ્પોત્સર્જ્ન 


જો તમને આ પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ના ભૂલતા ....
Solution for sort question in lesson-13 of std 10 Biology Solution for sort question in lesson-13 of std 10 Biology Reviewed by Btsmartteach on 9/30/2017 07:52:00 PM Rating: 5

No comments:

Powered by Blogger.