Blood circulation in human's hart in std :-10 lesson:-13(GSEB)

-: માનુષ્યના હૃદય માં રુધિર નું પરિવહન :- 

-: આકૃતિ :- 


  • રુધિર નું પરીવહન હૃદયમાં બંને કર્ણક અને બંને  ક્ષેપક માં એકીસાથે થાય છે.
  • પ્રથમ બંને કર્ણક માં રુધિર આવે ત્યાર બાદ બંને કર્ણક સંકોચવાથી ક્ષેપક માં જાય છે.
  • ત્યારબાદ બંને ક્ષેપક સંકોચાવાથી રુધિરવાહિનીઓમાં જાય છે.
  • હૃદયમાં શુદ્ધ (ઓક્સિજન યુક્ત )અને અશુદ્ધ (કાર્બન ડાયોક્સાઇડ યુક્ત )રુધિર નું પરિવહન એકીસાથે થાય છે.

-: અશુદ્ધ રુધીરનું  પરીવહન :-

  • શરીરના જુદા જુદા અંગો માંથી અશુદ્ધ રુધિર અગ્ર મહાશીરા અને પાશ્વ મહાશીરા  દ્રારા જમણા કર્ણક માં લાવે છે.
  • ત્યારબાદ કર્ણક અશુદ્ધ રુધિરથી ભરાયા બાદ સંકોચવાથી રુધિર ત્રિદલવાલ્વ દ્રારા  જમણા ક્ષેપક માં જાય છે.
  • વાલ્વ રુધિર ને ક્ષેપક માંથી કર્ણકમાં પાછું જતા રોકે છે.
  • હવે જમણા ક્ષેપક પણ અશુદ્ધ રુધિરથી સંકોચવાથી જમણાક્ષેપકમાંથી રુધિર  ફુફુસ્યધમની  દ્રારા બન્ને ફેફસામાં જાય છે.
  • બંને ફેફસામાં રુધિર શુદ્ધ થાય છે.

-: શુદ્ધ રુધિર નું પરીવહન :- 


  • ફેફસા માંથી શુદ્ધ રુધિર ફુફુસ્યશીરા દ્રારા ડાબાકર્ણક માં આવે છે.
  • ડાબું કર્ણક રુધિર થી ભરાયા બાદ કર્ણક સંકોચાવાથી દ્રિદલવાલ્વ  દ્રારા ડાબાક્ષેપક માં જાય છે.
  • ડાબું ક્ષેપક શુદ્ધરુધિર થી ભરાયાબાદ ક્ષેપક સંકોચવાથી જમણાક્ષેપક માંથી શુદ્ધ રુધિર મહાધમની દ્રારા શરીર ના જુદા જુદા અંગોમાં જાય છે. 

Blood circulation in human's hart in std :-10 lesson:-13(GSEB) Blood circulation in human's hart in std :-10 lesson:-13(GSEB) Reviewed by Btsmartteach on 8/15/2017 01:30:00 PM Rating: 5

No comments:

Powered by Blogger.